ગુજરાતના વાતાવરણમાં છેલ્લા થોડા દિવસથી સતત પલટો આવી રહ્યો છે. જ્યારે ઉત્તર ભારતમાં હિમવર્ષા થઈ રહી છે. જેના કારણે ગુજરાતમાં પણ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હાલમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયું છે, જેના કારણે ઉત્તર ભારતથી મધ્ય ભારત સુધી તેની અસર થઈ શકે છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર, હાલ ગુજરાતમાં ઉત્તરપૂર્વથી પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે. સાથે જ ૧૪મી ફેબ્રુઆરી સુધીમાં વાતાવરણમાં કોઈ મોટો પલટો આવવાની શક્યતા નથી. રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી વાતાવરણમાં સતત થઈ રહેલા ફેરફારને કારણે ક્્યારેક કડકડતી ઠંડી તો ક્યારેક  ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. વાતાવરણમાં આવેલા આ પલટાને કારણે રાજ્યભરમાં વાયરલ ઇન્ફેક્શન, શરદી, ઉધરસ કેસોમાં ધરખમ પણ વધારો જાવા મળી રહ્યો છે.
હવામાન વિભાગ અનુસાર, ગુજરાતમાં આગામી સાત દિવસ વાતાવરણમાં કોઈ મોટો ફેરફાર જાવા મળશે નહીં. પરંતુ સાયક્લોનિક સર્ક્‌યુલેશન સક્રિય થતા વાદળછાયું વાતાવરણ રહેવાની પણ આગાહી આપવામાં આવી છે. આગામી ૨૪ કલાકમાં અમદાવાદ અને ગાંધીનગરમાં ૧૫થી ૧૬ ડિગ્રી તાપમાન રહેવાની આગાહી છે. જ્યારે રાજ્યમાં મહત્તમ તાપમાન ૩૨થી ૩૪ ડિગ્રી સુધીનું રહેવાની આગાહી આપવામાં આવી છે.
હવામાન આગાહીકાર અંબાલાલ પટેલે રાજ્યમાં ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી છે. અંબાલાલ પટેલની આગાહી અનુસાર, તારીખ ૮ થી ૧૦ ફેબ્રુઆરી દરમિયાન ગુજરાતમાં માવઠું થઈ શકે છે. દેશના ઉત્તરીય પર્વતીય વિસ્તારમાં ૧૬ ફેબ્રુઆરી સુધીમાં કોઈ મજબૂત પશ્ચિમી વિક્ષેપ આવવાની શક્યતા રહેતી નથી. પરંતુ તે પહેલા દેશના ઉત્તરીય પર્વતીય વિસ્તારમાં ૮થી ૧૨ દરમિયાન હળવા પશ્ચિમી વિક્ષેપો આવવાની શક્યતા રહેશે. જેના કારણે ઉત્તરીય પર્વતીય વિસ્તારમાં બરફ વર્ષા કે હિમ વર્ષા થવાની શક્યતા રહેશે. સાથે જ ઉત્તર ભારતના કેટલાક ભાગોમાં હળવો કમોસમી વરસાદ થવાની શક્યતા  રહેશે.
બીજી તરફ અંબાલાલ પટેલની આગાહીની વાત કરવામાં આવે તો, તેમણે ફરીથી માવઠાની આગાહી કરી છે. અંબાલાલ પટેલ દ્વારા ગુજરાત કેટલાક ભાગો અને રાજસ્થાનમાં વરસાદની શક્યતા  વ્યક્ત કરી છે. રાજ્યમાં ૧૦ ફેબ્રુઆરીથી વરસાદ પડે તેવી શક્યતા  છે. તો જ્યારે ઉત્તર ભારતના કેટલાક ભાગોમાં હળવો કમોસમી વરસાદ થવાની શક્યતા  રહેશે. આ સાથે જ ગરમીમાં પણ ધીમે ધીમે વધારો થશે.
૧૨ ફેબ્રુઆરીએ હવામાનમાં પલટો આવી શકે છે. તો ૧૪ ફેબ્રુઆરીની આસપાસ પશ્ચિમ વિક્ષેપ મધ્ય કક્ષાના રહેશે. તારીખ ૧૮-૨૪ ફેબ્રુઆરી દરમિયાન અનેક પશ્ચિમ વિક્ષેપો? આવવાની શક્યતા  રહેશે. આ દિવસોમાં પ્રવાભી હવામાન જાવા મળશે. ત્યારબાદ ફેબ્રુઆરીના અંતમાં એ પ્રભાવી પશ્ચિમી વિક્ષેપ આવશે. માર્ચ શરૂઆત પશ્ચિમી વિક્ષેપની અસર રાજસ્થાન? ભાગોમાં થવાની રહેશે. રાજસ્થાન અને ગુજરાત કેટલાક ભાગોમાં હવામાનમાં પલટો આવશે.