સાવરકુંડલાના મોટા ઝીંઝુડા ગામે નિલકંઠ મહાદેવ મંદિર પાસેથી ૧૭૦ મીટર કેબલ વાયરની ચોરી થઈ હતી. આ બનાવ અંગે તલાટી મંત્રી મોહિતગીરી જેન્તીગીરી ગૌસ્વામી (ઉ.વ. ૩૧)એ વિપુલભાઈ ઉર્ફે બાડો રવજીભાઈ નગવાડિયા, ભરતભાઈ ઉર્ફે રાટો વેલજીભાઈ કુર્રિયા, સંજયભાઈ ઉર્ફે ગાંધી નાજાભાઈ રાણોલિયા તથા અજયભાઈ શંભુભાઈ વિસાવડિયા સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદી મોટા ઝીંઝુડા ગામે તલાટી મંત્રી તરીકે ફરજ બજાવે છે. ગામની નવી પંચાયત ઓફિસના પાણીના બોરની મોટર ખરાબ થઈ જતાં કેબલ વાયર સાથે મોટર બહાર કાઢી હતી.
તેને નિલકંઠ મહાદેવ મંદિર પાસે આવેલા પાણીના સંપ નજીક ખુલ્લી જગ્યામાં મૂકી મોટર રિપેર કરાવવા આપી હતી. આ દરમિયાન, કોઈએ ત્યાંથી અંદાજે રૂ. ૪૦,૦૦૦ની કિંમતનો ૧૭૦ મીટર કેબલ વાયર ચોરી લીધો હતો. આ મામલે સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનના એએસઆઈ રમેશભાઈ ભાનુભાઈ મારુ વધુ તપાસ કરી રહ્યા છે.





































