અમરેલી જિલ્લા પોલીસે અલગ-અલગ બે સ્થળોએ દરોડા પાડીને કુલ ૭ જુગારીઓને હારજીતનો જુગાર રમતા ઝડપી પાડ્યા હતા.પ્રથમ દરોડામાં, અમરેલીના કુકાવાવ રોડ પર આવેલા નાયરા પેટ્રોલ પંપની બાજુમાં જાહેરમાં ગંજીપાના વડે તીનપત્તીનો જુગાર રમતા સરફરાજ હનીફભાઇ નગરીયા, જીજ્ઞેશભાઇ ચોથાભાઇ પરમાર અને સન્નીભાઇ ગોપીભાઇ રાઠોડને પોલીસે રંગેહાથ ઝડપી લીધા હતા. આ ત્રણેય ઇસમો પાસેથી પોલીસે રોકડા રૂ. ૧૩,૦૫૦ જપ્ત કર્યા હતા.બીજા દરોડામાં, બગસરા તાલુકાના હામાપુર ગામની સીમ વિસ્તારમાં આવેલી વાડીની ઓરડી પાસે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમી રહેલા હનીફભાઇ હસનભાઇ ગરાણા, સંજયભાઇ ભીખુભાઇ અમીપરા, ચેતનભાઇ રમણીકભાઇ પરમાર અને વિનુભાઇ રવજીભાઇ રંગાણીને પોલીસે ઝડપી લીધા હતા. પોલીસે રેઇડ દરમિયાન આ ચારેય શખ્સો પાસેથી રોકડા રૂ. ૫૦,૭૦૦નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.



































