ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ લાઠી ખાતે ધારાસભ્ય જનકભાઈ તળાવીયાના કાર્યાલયની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે લાઠી-બાબરા-દામનગર વિધાનસભા મતવિસ્તારના સંગઠનાત્મક કાર્યો, જનસંપર્ક અને સરકારની લોકકલ્યાણકારી યોજનાઓનો લાભ વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. તેમજ ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં ચાલી રહેલા વિકાસકાર્યો અંગે પણ માહિતી મેળવવામાં આવી હતી. પ્રદેશ અધ્યક્ષે લોકો સાથે સતત સંપર્કમાં રહી તેમની સમસ્યાઓ અને જરૂરિયાતો સમજવા તથા સરકારી યોજનાઓનો લાભ જનજન સુધી પહોંચાડવા માર્ગદર્શન આપ્યું હતું. ધારાસભ્ય જનકભાઈ તળાવીયાએ મતવિસ્તારમાં ચાલી રહેલા રસ્તા, પાણી, શિક્ષણ, આરોગ્ય અને પુલ સહિતના વિકાસકાર્યો અંગે માહિતગાર કર્યા હતા. કાર્યક્રમમાં ભાજપના આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.


































