બગસરા તાલુકાના પીઠડીયા ગામે અખંડ અષ્ટાક્ષર મંત્ર ધૂનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. સળંગ ૭૨ કલાક ચાલેલી ધૂનમાં પીઠડીયા સહિત આસપાસના ૨૪ ગામોમાંથી મોટી સંખ્યામાં વૈષ્ણવજનો જોડાયા હતા. અમરેલીથી પૂજ્ય દ્વારકેશ બાવા અને પૂજ્ય રાજુબાબાએ ઉપસ્થિત રહી આશીર્વચન પાઠવ્યા હતા. સ્થાનિક આગેવાનો રમેશભાઈ પટોળીયા, હસમુખભાઈ બોઘરા, ભરતભાઈ બોઘરા સહિત કાર્યકરોએ આયોજનમાં જહેમત ઉઠાવી હતી. ભક્તો માટે બેઠક વ્યવસ્થા અને મહાપ્રસાદનું પણ આયોજન કરાયું હતું.

































