અમરેલીમાં ડિસ્ટ્રિક્ટ કમ્યુનિટી સાયન્સ સેન્ટર, ગિરધરભાઈ સંગ્રહાલય અને બાલ ભવન દ્વારા ગુજકોસ્ટ, ગુજરાત સરકારના માર્ગદર્શન હેઠળ આગામી ૭મી ઓક્ટોબર ૨૦૨૬ના રોજ નેશનલ રૂરલ આઈટી ક્વિઝ તેમજ ૯મી ઓક્ટોબર ૨૦૨૬ના રોજ નેશનલ ચિલ્ડ્રન સાયન્સ કોંગ્રેસ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ છે. આ સ્પર્ધામાં જિલ્લાના વધુમાં વધુ વિદ્યાર્થીઓ ભાગ લે તેવો અનુરોધ કરવામાં આવ્યો છે. સ્પર્ધા અંગે વધુ માહિતી મેળવવા તેમજ રજીસ્ટ્રેશન માટે ડાયરેક્ટર નિલેશ પાઠકના મોબાઈલ નંબર ૯૯૨૫૦૪૮૭૩૩ ઉપર સંપર્ક કરવા જણાવાયુ છે. નોંધાયેલા તમામ વિદ્યાર્થીઓને ઉત્સાહપૂર્વક સ્પર્ધામાં ભાગ લેવા અપીલ કરાઈ છે.






































