ધોરાજીના તોરણીયા ચોકી રોડ વિસ્તારમાં એક વ્યક્તિને રોકી બે મોબાઈલ, રોકડ રકમ અને મોટરસાયકલ લૂંટી લેવાના આરોપસર ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. ફરિયાદી મનસુખભાઈ ભીખાભાઈ ભડેલીયાએ જેતપુરની કવિતાબેન અજયભાઈ દુધરેજીયા અને નાની પરબડીના હરસુખ ઉર્ફે મહેશ ડાયાભાઈ ચૌહાણ સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ કવિતાબેને ફોન કરી તોરણીયા ચોકી રોડ પર બોલાવ્યા બાદ બંને આરોપીઓએ ઝઘડો કરી ધમકી આપી હતી. ત્યારબાદ બે મોબાઈલ, રૂ. ૨,૫૦૦ રોકડા અને હીરો હોન્ડા મોટરસાયકલની ચાવી લઈ મોટરસાયકલ પણ લઈ ગયા હોવાનો આક્ષેપ કરાયો છે. પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.