ધારીના હીમખીમડી-તુલશીશ્યામ રોડ પર આવેલી આઈટીઆઈ ખાતે તા. ૧૩-૦૭-૨૦૨૬ના રોજ સવારે ૧૧ વાગ્યે સી.આઈ.ઈ ઓટોમોટિવ કંપની દ્વારા રોજગાર ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભરતીમેળામાં ધોરણ ૧૦ અને ૧૨ પાસ ઉમેદવારો ઉપરાંત ગ્રેજ્યુએટ તેમજ આઈટીઆઈના તમામ ટ્રેડ પાસઆઉટ તાલીમાર્થીઓ ભાગ લઈ શકશે. કંપની દ્વારા પસંદગી પામનાર ઉમેદવારોને રૂ. ૧૪,૪૦૦થી રૂ. ૧૬,૯૦૦ સુધીનો માસિક પગાર આપવામાં આવશે. રોજગારની શોધમાં રહેલા યુવાનો માટે આ ભરતીમેળો સારી તક બની રહેશે. ઉમેદવારોએ ભરતીમેળામાં હાજર રહેતી વખતે આધારકાર્ડ તેમજ શૈક્ષણિક લાયકાત સંબંધિત તમામ જરૂરી દસ્તાવેજો સાથે રાખવાના રહેશે. આ અંગેની માહિતી આઈટીઆઈ ધારી દ્વારા જાહેર કરવામાં આવી છે.