ધારીના જે.કે. પેટ્રોલ પંપની પાછળ આવેલા ચંદ્રમોલેશ્વર મહાદેવના આંગણે ભાદરવા સુદ એકમના દિવસે ચંદ્રમોલેશ્વર મહાદેવના કુંવર તરીકે ગણપતિ મહારાજની સ્થાપના કરવામાં આવી હતી. ભાદરવા સુદ ચૌદસ સુધી સમગ્ર ધારી શહેર ભક્તિમય વાતાવરણમાં રંગાયું હતું. શ્રધ્ધાળુઓની આસ્થાના કેન્દ્ર બનેલા ગણપતિ મહારાજના ગણેશ ઉત્સવમાં અંતિમ દિવસે ભક્તોની મોટી ભીડ જોવા મળી હતી. ઉત્સવ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. આ ઉપરાંત રાજકીય આગેવાનો, પત્રકારો તથા વિવિધ ક્ષેત્રની વ્યક્તિઓનું સન્માન કરવામાં આવ્યું હતું.