અમરેલી સ્થિત સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરીમાં વ્યાજબી કામ સિવાય આવતા અનધિકૃત ઈસમો તથા અરજદારોને ગેરમાર્ગે દોરી કામ કરાવવાની લાલચ આપતા લોકોના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ ૧૬૩ હેઠળ બહાર પાડવામાં આવ્યું છે. જાહેરનામા મુજબ, કચેરીમાં અનધિકૃત રીતે પ્રવેશ કરી અરજદારોને ગેરમાર્ગે દોરવા કે અન્ય પ્રવૃત્તિ કરનાર સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. હુકમનો ભંગ કરનાર સજાને પાત્ર રહેશે. આ હુકમનો ભંગ કરનાર સામે ફરિયાદ નોંધાવવા સહાયક મોટર વાહન નિરીક્ષક કે તેનાથી ઉપરના કક્ષાના કચેરી કર્મચારી તેમજ અમરેલી જિલ્લાના હેડ કોન્સ્ટેબલ કે તેનાથી ઉપરના પોલીસ અધિકારીને અધિકૃત કરવામાં આવ્યા છે. હુકમ તા. ૧૫ નવેમ્બર, ૨૦૨૬ સુધી અમલી રહેશે.