વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાત મુલાકાતનો બીજા દિવસ પણ મહત્વપૂર્ણ રહ્યો હતો. ગાંધીનગર લોકભવનમાં મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી સહિત રાજ્યના મંત્રીઓ સાથે ભોજન અને ત્યારબાદ લાંબી બેઠકો યોજાઇ હતી. મેરેથોન બેઠકોના કારણે વડાપ્રધાનનો કાફલો નિર્ધારિત સમય કરતાં અંદાજે ૩૦ મિનિટ મોડો અમદાવાદ એરપોર્ટ જવા રવાના થયો હતો.
લોકભવન ખાતે યોજાયેલી બેઠકમાં રાજ્ય સરકારના મંત્રીઓ સાથે તેમના વિભાગોની કામગીરી, અત્યાર સુધીના કાર્યકાળમાં થયેલા વિકાસકાર્યો અને આગામી સમયની પ્રાથમિકતાઓ અંગે ચર્ચા થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. વડાપ્રધાન દ્વારા મંત્રીઓને કામગીરી વધુ અસરકારક બનાવવા તેમજ છૈં અને આધુનિક ટેકનોલોજીનો વહીવટમાં વધુ ઉપયોગ કરવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હોવાની ચર્ચા છે.
બીજી તરફ, ગુજરાતના રાજકીય માહોલને ધ્યાનમાં રાખીને આ બેઠકને વિશેષ મહત્વ આપવામાં આવી રહ્યું છે. તાજેતરની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભાજપને કેટલીક જગ્યાએ નુકસાન થયું છે. ગાંધીનગર મહાનગરપાલિકાની વાત કરીએ તો અગાઉની ટર્મમાં કોંગ્રેસની બે અને આમ આદમી પાર્ટીની એક બેઠક મળી કુલ ત્રણ બેઠકો વિપક્ષ પાસે હતી, જ્યારે તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં વિપક્ષી પક્ષો અને અન્ય ઉમેદવારોની મળીને છ બેઠકો થઈ છે. આ રાજકીય બદલાવને પણ આગામી સમયની રણનીતિના સંદર્ભમાં મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.
બેઠકમાં ભાજપના જૂના જાગીઓને પણ સ્થાન આપવામાં આવ્યું હોવાની ચર્ચાએ રાજકીય વર્તુળોમાં અનેક તર્કવિતર્ક શરૂ કર્યા છે. ગુજરાતમાં સંગઠન અને સરકારની કામગીરીની સમીક્ષા સાથે આગામી પડકારો અંગે ચર્ચા થઈ હોવાની અટકળો વચ્ચે વડાપ્રધાનની આ મુલાકાતને રાજકીય રીતે મહ¥વપૂર્ણ માનવામાં આવી રહી છે.
બીજી તરફ, બેઠક પૂર્ણ થયા બાદ રાત્રે ૧૧ઃ૩૦ વાગ્યે ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા લોકભવનમાંથી પોતાની કારમાં ડ્રાઇવર સાથે એકલા જ બહાર નીકળતા જાવા મળ્યા હતા. મોડી રાત સુધી ચાલેલી આ અવરજવરને પગલે રાજકીય ચર્ચાઓ તેજ બની હતી.
લોકભવન ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ મુલાકાત કરી હતી. બેઠક અને ભોજન સહિતના કાર્યક્રમો પૂર્ણ થયા બાદ વડાપ્રધાન લોકભવનથી અમદાવાદ એરપોર્ટ જવા રવાના થયા હતા. અહીંથી તેઓ દિલ્હી જવા પ્રસ્થાન કરશે. વડાપ્રધાનની આ મુલાકાત દરમિયાન મંત્રીઓ સાથેની મેરેથોન બેઠક, જૂના નેતાઓની હાજરી, સંગઠન અને સરકારની કામગીરી અંગેની ચર્ચાઓ તથા આગામી કાર્યક્રમોને પગલે ગુજરાતના રાજકીય વર્તુળોમાં અનેક અટકળો તેજ બની છે. જાકે, બેઠકોમાં થયેલી ચર્ચાની સત્તાવાર વિગતો સામે આવી નથી.


































