લીલીયા તાલુકાના ગોઢાવદર ગામમાં પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના અંતર્ગત લાભાર્થી પરિવારને બે લાખ રૂપિયાનું વીમા કવચ આપવામાં આવ્યું હતું. ગોઢાવદરના રહેવાસી રસીકભાઈ મુળજીભાઈ પરમારના ધર્મપત્ની સ્વ. રંજનબેન રસીકભાઈ પરમારનું તા. ૧૧ જૂન, ૨૦૨૬ના રોજ દુખદ અવસાન થયું હતું. તેમના અવસાન બાદ યોજનાના નિયમો મુજબ વારસદારને વીમાની રકમ મળવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.વીમાની પ્રક્રિયા સી.એસ.પી. સંચાલક ભરત વિંઝુડા દ્વારા કરવામાં આવી હતી. જ્યારે લીલીયા શાખાના બ્રાન્ચ મેનેજર હિતેશ પટેલ અને રોનક માલવીયાના માર્ગદર્શન હેઠળ જરૂરી દસ્તાવેજી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી. પરિણામે માત્ર પંદર દિવસના સમયગાળામાં લાભાર્થીના ખાતામાં બે લાખ રૂપિયાની વીમા સહાય જમા કરવામાં આવી હતી. આ પ્રસંગે રસીકભાઈ પરમાર અને મુળજીભાઈ પરમારે બેંક તંત્ર અને સંબંધિત અધિકારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.




































