અમરેલીમાં શિક્ષણ તથા આરોગ્ય ક્ષેત્રે વધુ સુવિધાઓ વિકસે તેવી શુભેચ્છા વ્યક્ત કરી
અમરેલીમાં ૩ નવેમ્બરના રોજ શાંતાબા મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ તથા શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા કેમ્પસ–વિદ્યાસભાના સંયુક્ત ઉપક્રમે સ્નેહમિલન કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ગજેરા ટ્રસ્ટ, લક્ષ્મી ડાયમંડ, પટેલ સંકુલ, વિદ્યાસભા, મેડિકલ કોલેજ, જનરલ હોસ્પિટલના પ્રમુખ વસંતભાઈ અને બકુલભાઇ ગજેરા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં સંસ્થાઓના તમામ સ્ટાફ સભ્યો સાથે અમરેલી શહેરની વિવિધ સેવાભાવી સંસ્થાઓ અને સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. વસંતભાઈ ગજેરાએ સૌને નવા વર્ષની શુભકામનાઓ પાઠવીને અમરેલીમાં શિક્ષણ તથા આરોગ્ય ક્ષેત્રે વધુ સુવિધાઓ વિકસે તેવી શુભેચ્છા વ્યક્ત કરી હતી. સાથે જ તેમણે વાત્સલ્યધામના નિર્માણ અંગે અગ્રણીઓ સાથે વિશેષ ચર્ચા કરી તથા તેની કાર્યપદ્ધતિ અંગે સૌને માહિતગાર કર્યા હતા.