બાબરા તાલુકાના ખાખરીયા ગામે આજે ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત શ્રમદાનથી સફાઈ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં તાલુકા વિકાસ અધિકારી બાબરા, તાલુકા પંચાયતનો સ્ટાફ, જિલ્લા પંચાયત સદસ્ય, તાલુકા પંચાયત પ્રમુખ, ખાખરીયા ગ્રામ પંચાયતના સરપંચ, તાલુકા પંચાયત સદસ્ય સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. સૌએ શ્રમદાન કરીને ગામમાં સફાઈ કરી હતી અને કાર્યક્રમને સફળ બનાવવામાં સહભાગી બન્યા હતા.










































