કોડીનારની જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ્સ આૅફ ઍક્સેલેન્સના વિદ્યાર્થીઓએ ખેલ મહાકુંભ-૨૦૨૬ અંતર્ગત યોજાયેલી તાલુકા કક્ષાની કબડ્ડી સ્પર્ધામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. વિદ્યાર્થીઓએ સમગ્ર સ્પર્ધા દરમિયાન ઉત્કૃષ્ટ રમતકૌશલ્ય, ટીમવર્ક, શિસ્ત, આત્મવિશ્વાસ અને સંઘર્ષશીલતાનું પ્રદર્શન કરી શાનદાર રમત દાખવી હતી.
વિદ્યાર્થીઓની આ સફળતા તેમની સતત મહેનત, રમત પ્રત્યેની લગન તથા માર્ગદર્શકોના યોગ્ય માર્ગદર્શનનું પરિણામ છે.











































