અમરેલી જિલ્લા જેલ ખાતે ફરજ બજાવતા બોર્ડર વિંગના એક જવાનનું સરકારી ક્વાર્ટર ખાતે રહસ્યમય સંજોગોમાં નિધન થતાં જેલ પ્રશાસન અને પોલીસ બેડામાં અરેરાટી વ્યાપી ગઈ હતી.પ્રાપ્ત વિગતો અનુસાર, અમરેલી જિલ્લા જેલમાં ફરજ બજાવતા બોર્ડર વિંગના જવાન રાત્રિના આશરે આઠ વાગ્યા બાદ પોતાના ક્વાર્ટર ખાતે ઊંઘવા ગયા હતા. ત્યારબાદ સવારે સામાન્ય સમય થવા છતાં તેઓ જાગ્યા ન હતા. આ બાબત ધ્યાને આવતાં તાત્કાલિક તપાસ કરવામાં આવી હતી, પરંતુ તેમના શરીરમાં કોઈ હલચલ ન જણાતાં સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ પ્રાથમિક તપાસ બાદ તેમને મૃત જાહેર કર્યા હતા. અમરેલી સિટી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એ.વાય. કાઝી વધુ તપાસ કરી રહ્યા છે.









































