કોલેજ ઓફ એગ્રીકલ્ચર સહાદા, નંદુરબારના આઠમા સેમેસ્ટરના વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓએ અમરેલી સ્થિત કોલેજ ઓફ નેચરલ ર્ફામિંગ, ય્દ્ગહ્લજીંની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન કોલેજના આચાર્ય દ્વારા વિદ્યાર્થીઓને ભવિષ્યમાં પ્રાકૃતિક ખેતીનું મહત્વ અને બજારમાં તેની વધતી માંગ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વૈજ્ઞાનિકો ભૌમિક મકવાણા અને ડો. અભિષેક રાવલ દ્વારા વિવિધ બાયો ઈનપુટની બનાવટ તથા પ્રાકૃતિક કૃષિના પંચસ્તરીય મોડેલ ફાર્મ અંગે માહિતી આપવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ દેશી ડાંગર, શાકભાજી, ઔષધીય પાક, દેશી બાજરી અને મિશ્રપાક મોડેલ ફાર્મની મુલાકાત લીધી હતી. વિદ્યાર્થીઓના પ્રશ્નોના વૈજ્ઞાનિકોએ સ્થળ પર જ જવાબ આપી સંતોષકારક નિવારણ કર્યું હતું. પ્રવાસ વિદ્યાર્થીઓ માટે જ્ઞાનવર્ધક અને પ્રેરણાદાયી રહ્યો હતો.