ખાંભાના ભુંડણી ગામે ગળાફાંસો ખાવાથી પરિણીતાનું મોત થયું હતું. રાજુલાના ભાક્ષી-૧ ગામે રહેતા સુરેશભાઈ હરિભાઈ પીપળીયા (ઉ.વ.૪૨)એ જાહેર કર્યા મુજબ, ભુંડણી ગામે રહેતા શીતલબેન મહેન્દ્રભાઈ કાકલોત (ઉ.વ.૩૩)એ ગળાફાંસો ખાઈ લીધો હતો, જેના કારણે તેમનું મોત થયું હતું. ખાંભા પોલીસ સ્ટેશનના એએસઆઈ રવિભાઈ જીવણભાઈ રાઠોડ વધુ તપાસ કરી રહ્યા છે.