ગુજરાતની ‘છોટી કાશી’ તરીકે ઓળખાતા જામનગરમાં ફરી એકવાર બોલીવુડનો ગ્લેમર જાવા મળ્યો છે. અંબાણી પરિવારના ખાસ મહેમાન બનીને હિન્દી સિનેમાના સુપરસ્ટાર રણવીર સિંહ જામનગર એરપોર્ટ પર ઉતર્યા હતા. તેમના આગમન સાથે જ ફેન્સમાં ભારે ઉત્સાહ જાવા મળ્યો હતો અને સમગ્ર વાતાવરણ સેલિબ્રિટીની હાજરીથી ગમગીન બની ગયું હતું.
સામાન્ય રીતે પોતાની અતરંગી ફેશન સ્ટાઈલ માટે જાણીતા રણવીર સિંહ આ વખતે જામનગર એરપોર્ટ પર તદ્દન સાદગીભર્યા અંદાજમાં જાવા મળ્યા હતા. સફેદ ટી-શર્ટ અને કેઝ્યુઅલ લુકમાં પણ તેમનો સ્વભાવિક ઉર્જાવાન અંદાજ ઉડીને આંખે વળગતો હતો. એરપોર્ટ પર હાજર મીડિયાકર્મીઓ અને ફેન્સનું તેમણે સ્મિત સાથે અભિવાદન કર્યું હતું, જેણે તેમના દિલ જીતી લીધા. તેમનો આ સાદગીભર્યો લુક સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ રહ્યો છે.
મળતી માહિતી મુજબ, રણવીર સિંહ અંબાણી પરિવાર દ્વારા આયોજિત એક ખાસ કાર્યક્રમમાં હાજરી આપવા માટે જામનગર આવ્યા છે. ઉલ્લેખનીય છે કે અંબાણી પરિવાર અને રણવીર સિંહ વચ્ચે વર્ષો જૂના મૈત્રીપૂર્ણ સંબંધો છે.સલમાન ખાનની સાથે બોલિવૂડનું ક્યુટ કપલ રિતેશ દેશમુખ અને જેનિલીયા ડિસોઝા પણ જામનગર પહોંચ્યા છે.સ્ટાર્સના આગમનને પગલે એરપોર્ટ પર ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને તેમના ચાહકોમાં ભારે ઉત્સાહ જાવા મળ્યો હતો. ગત વર્ષે અનંત અંબાણીએ રિલાયન્સ ટાઉનશીપ-વનતારાથી દ્વારકાધીશ મંદિર સુધી પદયાત્રા કરીને દ્વારકામાં જન્મદિવસની ઉજવણી કરી હતી. આ માટે તેઓ બે દિવસમાં ૨૪ કિલોમીટર સુધીની પદયાત્રા કરી હતી.









































