કોડીનાર તાલુકાના ઘાંટવડ ગામે બે સિંહો શિકારની શોધમાં ગામ સુધી આવી પહોંચ્યા હતા. ગામમાં આવેલા રાજ પેટ્રોલ પંપ નજીક તેમણે એક રખડતા પશુનું મારણ કરી મિજબાની માણી હતી. હાલ કમોસમી વરસાદને કારણે જંગલો અને ખેતરોમાં મરછરોનો ત્રાસ વધતા સિંહો હવે ગ્રામ્ય વિસ્તારમાં લટાર મારતા દેખાઈ રહ્યા છે. પેટ્રોલ પંપ પાસે હાજર ગામના યુવકે આ ઘટનાનો વીડિયો મોબાઈલ કેમેરામાં કેદ કર્યો હતો, જે સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થયો છે. અવારનવાર સિંહ અને દીપડા જેવા વન્ય પ્રાણીઓ ગામોમાં પ્રવેશતા સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો છે.









































