ખાંભાના રબારીકા ગામે સોના-ચાંદીના દાગીના સહિત સિંગતેલની ચોરી થતાં ચકચાર મચી ગઈ હતી. આ ઉપરાંત ચોરો ગાગર, હાંડા અને તાંબાના ત્રાસ પણ ઉઠાવી ગયા હતા. આ અંગે હમીરભાઇ જીવાભાઇ પરમાર (ઉ.વ. ૪૮) એ અજાણ્યા ચોર સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ, અજાણ્યો ચોર તેમના બંધ મકાનના સિમેન્ટના જાળિયા તોડી અંદર પ્રવેશ્યો હતો. તેણે તિજોરી અને પટારાના તાળાં તોડી એક જોડી ચાંદીના છડા (નંગ-૦૨), બે જોડ સોનાની બુટ્ટી
(નંગ-૦૪), સોનાની નાની કડીઓ
(નંગ-૦૬), કાસાની તાહળી (નંગ-૪૫), તાંબા-પિતળની હેલ
(નંગ-૨૨), તાંબાના ત્રાંસ (નંગ-૦૨) તેમજ ૧૮૦ લીટર સિંગતેલની ચોરી કરી ફરાર થઈ ગયો હતો.
આ ઉપરાંત, વલકુભાઇ પરમારના મકાનમાંથી ચાંદીનું મંગળસૂત્ર (નંગ-૦૧), એક જોડ ચાંદીના હાથના ચુડા (નંગ-૦૨), કાસાની તાહળી (નંગ-૫૦), ૫૦ લીટર સિંગતેલ અને રોકડા રૂ. ૧૦,૦૦૦ની પણ ચોરી થઈ હતી.
તેમજ સનાભાઇ પરમારના મકાનમાંથી એક જોડ ચાંદીના છડા (નંગ-૦૨), કાસાની તાહળી (નંગ-૦૯) તથા મહેશભાઇ પરમારના મકાનમાંથી કાસાની તાહળી (નંગ-૨૩), તાંબા-પિતળની હેલ (જોડી-૦૫), થાળી (નંગ-૧૫) અને રોકડા રૂ. ૧,૦૦,૦૦૦ એમ કુલ રૂ. ૫,૦૪,૪૦૦ની મતા કોઈ અજાણ્યો ચોર ચોરી કરી ગયો હતો. ખાંભા પોલીસ સ્ટેશનના પી.આઈ. કે.વી. ચુડાસમા આ અંગે વધુ તપાસ કરી રહ્યા છે.










































