રંગપુર ગામ ખાતે વાહકજન્ય રોગો અંતર્ગત કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ અંગે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. આર. એમ જોષી, જિલ્લા મેલેરીયા અધિકારી ડો. એકે સીંગ, તાલુકા હેલ્થ ઓફિસર ડો. આર. કે જાટ્ટ, મેડીકલ ઓફિસર મોટા આંકડીયા ડો. મીત મોદી, ડો. કીર્તિ મેડમ તથા સુપરવાઇઝર આર. એમ ડાભીના માર્ગદર્શન હેઠળ આ કામગીરી હાથ ધરવામાં આવી. ગામ લોકોને મેલેરીયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના મચ્છર ચોખ્ખા, ખુલ્લા અને બંધીયાર પાણીમા થાય છે તે અંગે આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું હતી. લોકોને સમજાવવામાં આવ્યું કે ઘરની અગાશીમાં, ફળિયામાં કે ઘરની આજુ-બાજુમાં કોઈપણ ભંગાર અથવા ડબ્બા, ટાયર, પક્ષીકુંડમાં વરસાદનું પાણીના ભરાય તે રીતે રાખવા અથવા તેનો નિકાલ કરવા અંગે પણ જણાવાયું હતું. ગામના ૧૮ જેટલા ઘરના ૨૦ ખુલ્લા પાણીનાં ટાંકામાં પોરાભક્ષક ગપ્પી માછલીઓ મુકવામાં આવી હતી.