રાજ્યમાં વરસાદની સિસ્ટમ સક્રિય થતા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમરેલી જિલ્લામાં પણ તંત્ર દ્વારા યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અમરેલી જિલ્લામાં દિવસભર ઝાપટા સ્વરૂપે વરસાદ વરસ્યો હતો. કુંકાવાવ અને બાબરા તાલુકામાં પોણો ઇંચ જેવો વરસાદ નોંધાયો હતો જ્યારે ખાંભામાં અડધો ઇંચ વરસાદ પડ્યો હતો. જિલ્લાના બાકીના તમામ તાલુકામાં દિવસભર ઝાપટા સ્વરૂપે ઝરમર વરસાદ વરસ્યો હતો. આગામી દિવસોમાં જોરદાર વરસાદની રાહમાં જિલ્લા ભરના ખેડૂતો છે.









































