જિલ્લામાંથી પોલીસે ત્રણ સ્થળેથી મળી ૩૫ લીટર દેશી દારૂ જપ્ત કર્યો હતો. નાનુડી ગામે ભડીયાના રસ્તેથી ૫ લીટર, અમરેલીમાં વરૂડી રોડ પર જગુપુલ પાસેથી ૧૫ લીટર અને અમરેલીમાં સુળીયાટીંબા પાસેથી મહિલા પાસેથી ૧૫ લીટર મળી કુલ ૩૫ લીટર દેશી દારૂ જપ્ત કરવામાં આવ્યો હતો. જ્યારે ૬ ઈસમો કેફી પીણું પીધેલી હાલતમાં ફરતા મળી આવ્યા હતા.









































