આરસીબીના કેપ્ટન રજત પાટીદારે તેની ટી ૨૦ કારકિર્દીમાં એક મોટો સિમાચિહ્ન હાંસલ કર્યો છે. તેણે તેની ટી ૨૦ કારકિર્દીમાં ૩,૦૦૦ રન પૂર્ણ કર્યા છે. પાટીદારે ૯૫ ઇનિંગ્સમાં આ સિદ્ધિ હાંસલ કરી છે. તે યશસ્વી જયસ્વાલને પાછળ છોડીને ટી ૨૦ ક્રિકેટમાં સૌથી ઝડપી ૩૦૦૦ રન બનાવનાર બેટ્સમેન બન્યો છે. રજત પાટીદારે રાજસ્થાન રોયલ્સ સામેની મેચમાં શાનદાર બેટિંગ કરી હતી, આઉટ થતાં પહેલાં ૪૦ બોલમાં ૬૩ રન બનાવ્યા હતા. તેની ઇનિંગથી ઇઝ્રમ્ને ૨૦૦ રનનો આંકડો પાર કરવામાં મદદ મળી હતી.
ભારતીય બેટ્સમેનોમાં ઇનિંગના આધારે ટી ૨૦ ક્રિકેટમાં સૌથી ઝડપી ૩૦૦૦ રન બનાવવાનો રેકોર્ડ કોના નામે છે.ટી ૨૦ ક્રિકેટમાં સૌથી ઝડપી ૩૦૦૦ રન બનાવવાનો રેકોર્ડ તિલક વર્માના નામે છે, જે ૯૦ ઇનિંગમાં આ સીમાચિહ્ન પર પહોંચ્યો છે. રુતુરાજ ગાયકવાડ બીજા ક્રમે છે, જેમણે ૯૧ ઇનિંગમાં આ સિદ્ધિ હાંસલ કરી છે.કે એલ રાહુલે ૯૩ ઇનિંગમાં ૩૦૦૦ ટી ૨૦ રન બનાવ્યા હતા. તે ત્રીજા ક્રમે છે. ૯૫ ઇનિંગમાં આ સિદ્ધિ હાંસલ કર્યા પછી પાટીદાર ચોથા સ્થાને પહોંચ્યા છે. યશસ્વી જયસ્વાલ પાંચમા ક્રમે છે, જેમણે ૧૦૨ ઇનિંગ્સમાં આ સિદ્ધિ હાંસલ કરી છે.
ટી ૨૦ માં સૌથી ઓછી ઇનિંગ્સમાં ૩૦૦૦ રન પૂરા કરનાર ભારતીય બેટ્સમેન ૯૦ ઇનિંગ્સ – તિલક વર્મા,૯૧ ઇનિંગ્સ – રુતુરાજ ગાયકવાડ,૯૩ ઇનિંગ્સ – કેએલ રાહુલ,૯૫ ઇનિંગ્સ – રજત પાટીદાર ૧૦૨ ઇનિંગ્સ – યશસ્વી જયસ્વાલ
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાયેલી મેચનો ઉલ્લેખ કરતા, રાજસ્થાનના કેપ્ટન રિયાન પરાગે ટોસ જીતીને પ્રથમ ફીલિંગ કરવાનો નિર્ણય લીધો. પહેલા બેટિંગ કરતા, આરસીબીની શરૂઆત ખરાબ રહી. અડધી ટીમ ફક્ત ૭૬ રન સાથે પેવેલિયનમાં પાછી ફરી હતી. ત્યાંથી, પાટીદારે પહેલા રોમારિયો શેફર્ડ સાથે ૩૧ રનની મહત્વપૂર્ણ ભાગીદારી અને પછી વેંકટેશ ઐયર સાથે ૪૧ રનની ભાગીદારી કરી. ભુવનેશ્વર કુમાર અને વેંકટેશ ઐયરે અંતિમ ઓવરમાં ૩૫ રન ઉમેરીને ટીમને ૨૦૦ રનથી વધુનો સ્કોર બનાવ્યો.












































