અમરેલી જિલ્લા ચૂંટણી અધિકારી તથા જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજના અધ્યક્ષસ્થાને સાવરકુંડલા સ્થિત વી.ડી. કાણકીયા કોલેજ ખાતે જિલ્લા કક્ષાનો ૧૬મો ‘રાષ્ટ્રીય મતદાતા દિવસ’ ઉજવણી કાર્યક્રમ યોજાયો હતો. આ વર્ષની થીમ “My India, My Vote” અને ટેગલાઈન “Citizen at the Heart of Indian Democracy” રાખવામાં આવી હતી.
આ પ્રસંગે જીંઇ (સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવીઝન) ૨૦૨૫-૨૬ અંતર્ગત શ્રેષ્ઠ કામગીરી કરનારા ર્મ્ન્ંઓનું સન્માન કરવામાં આવ્યું હતું. પ્રથમ વખત નોંધણી કરાવનાર યુવા મતદાતાઓને ચૂંટણીકાર્ડ આપવામાં આવ્યા તેમજ શતાયુ અને વરિષ્ઠ મતદાતાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજે જણાવ્યું કે લોકશાહીનો પાયો જાગૃત મતદાતાઓ છે. યુવા મતદાતાઓએ અચૂક મતદાન કરવું અને અન્ય નાગરિકોમાં મતદાન અંગે જાગૃતિ ફેલાવવી જોઈએ. કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌએ મતદાતા તરીકેની શપથ લીધી હતી.