અમરેલી શહેરમાં આપઘાતની એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી. જેમાં એક વ્યક્તિએ કોઈ અગમ્ય કારણોસર ઘઉંમાં નાખવાના ઝેરી ટીકડા ગળી લેતા સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું. કેશુભાઈ સોમાભાઈ બગડા (ઉ.વ.૫૫) એ જાહેર કર્યા મુજબ, રોહિત કેશુભાઈ સોમાભાઈ બગડાએ પોતાના ઘરે કોઈ અગમ્ય કારણોસર ઘઉંમાં જીવાત ન પડે તે માટે રાખવામાં આવતા ઝેરી ટીકડા પી લીધા હતા. જોકે, ઝેર શરીરના ભાગોમાં ફેલાઈ ગયું હોવાથી ટૂંકી સારવાર બાદ તેમનું કરુણ અવસાન થયું હતું. આ મામલે સ્થાનિક પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. વ્યક્તિએ આવું અંતિમ પગલું શા માટે ભર્યું? તે પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. અમરેલીમાં રહેતા નીતાબેન જગદીશભાઈ સોમાભાઈ બથવાર (ઉ.વ.૫૦)એ જાહેર કર્યા મુજબ, જગદીશભાઈ સોમાભાઈ બથવાર (ઉ.વ.૫૯) નું હાર્ટ એટેકથી મોત થયું હતું.










































