અમરેલીમાં અસામાજિક પ્રવૃત્તિઓ અને મિલકત સંબંધી ગુના આચરતા ઇસમો સામે પાસા હેઠળ કાર્યવાહી કરવા આપેલી સૂચના અન્વયે અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સપેક્ટર સી.પી.વાઘેલા દ્વારા મિલકત સંબંધી ગુનામાં સંડોવાયેલા ઇસમ વિરુધ્ધ પાસા અંગેની દરખાસ્ત તૈયાર કરી પોલીસ અધિક્ષક મારફતે જિલ્લા મેજિસ્ટ્રેટને મોકલવામાં આવી હતી. આ દરખાસ્ત અન્વયે અમરેલી જિલ્લા મેજિસ્ટ્રેટ વિકલ્પ ભારદ્વાજે મંજૂરી આપતા અમરેલીના રોકડીયાપરા ખાતે રહેતા ૨૪ વર્ષીય ચિરાગભાઈ કરમશીભાઈ પરમાર વિરુધ્ધ પાસા વોરંટની બજવણી કરવામાં આવી હતી. ત્યારબાદ એલ.સી.બી. દ્વારા આ ઇસમની અટકાયત કરી તેને મહેસાણા જિલ્લા જેલ ખાતે મોકલી આપવામાં આવ્યો છે.