લીલીયા તાલુકામાં ધારાસભ્ય મહેશ કસવાલાના હસ્તે રૂ. ૨.૪૫ કરોડના વિવિધ વિકાસકાર્યોનું ભૂમિપૂજન અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું. પીપળવા ગામે રૂ. ૧.૭૦ કરોડના ખર્ચે નિર્માણ પામનાર બ્રિજનું ભૂમિપૂજન કરાયું હતું. ચોમાસા દરમિયાન વરસાદી પાણી અને પૂરના કારણે ગામની અવરજવરમાં પડતી મુશ્કેલીનો બ્રિજ બનવાથી કાયમી ઉકેલ આવશે.આ ઉપરાંત સનાળીયા, અંટાળીયા અને ભેસવડી ગામમાં નિર્માણ પામેલા ગ્રામ સચિવાલયનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેથી ગ્રામજનોને ગામમાં જ સરકારી વહીવટી સુવિધાઓ મળી રહેશે. આ પ્રસંગે જિલ્લા પંચાયત સદસ્ય જીગ્નેશ સાવજ, તાલુકા ભાજપ પ્રમુખ આનંદ ધાનાણી, રણજીતભાઈ ખુમાણ સહિતના આગેવાનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

































