આગામી ૨૦૨૭ની વિધાનસભા ચૂંટણીને લઈને ગુજરાત કોંગ્રેસે તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ અંતર્ગત ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રભારી રણદિપસિંહ સૂરજેવાલા બે દિવસીય પ્રવાસે અમદાવાદ આવ્યા છે. પ્રવાસ દરમિયાન તેમણે રાજીવ ગાંધી ભવન ખાતે અલગ અલગ બેઠકો યોજી હતી. બેઠકોમાં પોલિટિકલ અફેર્સ કમિટી, પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો તેમજ જિલ્લા, શહેર અને તાલુકા પ્રમુખો સાથે ચર્ચા કરવામાં આવી હતી. અલગ અલગ મુદ્દાઓ અને આગામી કાર્યક્રમોને લઈને રોડમેપ તૈયાર કરવાનું આયોજન પણ કરાયું હતું.આજરોજ સૂરજેવાલાએ શહેર અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખો સાથે બેઠક કરી હતી. ત્યારબાદ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યો સાથે પણ બેઠક યોજાઈ હતી. ચૂંટણી પહેલાં સંગઠનને મજબૂત બનાવવા, સ્થાનિક સ્તરે પક્ષની Âસ્થતિનું મૂલ્યાંકન કરવા અને આગામી સમયની રાજકીય રણનીતિ નક્કી કરવા બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી.
પ્રદેશ પ્રભારી રણદિપસિંહ સૂરજેવાલાએ જણાવ્યું હતું કે યુવાનો, મહિલાઓ, ગૃહિણીઓ અને ખેડૂતોના મુદ્દે વ્યાપક રોડમેપ તૈયાર કરવા માટે બેઠકમાં ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે અર્થવ્યવસ્થા પર દરરોજ અસર થઈ રહી છે, તેથી તેના માટે રોડમેપ તૈયાર કરી કામગીરી કરવી એ પક્ષની જવાબદારી છે. આ રોડમેપના આધારે આગામી સમયમાં કોંગ્રેસ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવશે.








































