બોટાદ જિલ્લામાં ગેરકાયદે પ્રવૃત્તિઓ અને અસામાજિક તત્વો સામે લોકલ ક્રાઈમ બ્રાન્ચએ કડક કાર્યવાહી ચાલુ રાખી છે. બોટાદ શહેરના મિલિટરી રોડ પાછળના વિસ્તારમાં ચાલતા ઘોડીપાસાના જુગારધામ પર ન્ઝ્રમ્ની ટીમે બાતમીના આધારે અચાનક દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહીથી જુગારીઓમાં નાસભાગ મચી ગઈ હતી.
રેડ દરમિયાન સ્થળ પર જુગાર રમતા રણછોડભાઈ ભરવાડ, ભાવાભાઈ રાઠોડ, ધર્મેન્દ્ર ઉર્ફે ઘોઘો પારધી, યુવરાજભાઈ ખાચર, મનસુખભાઈ પરમાર અને યાસીનભાઈ મમાણી ઝડપાયા હતા. પોલીસને જોતા જ હિંમતભાઈ ડાભી, સાગરભાઈ ભરવાડ, સુરાભાઈ, હીરાભાઈ ભરવાડ, મેહુલભાઈ ઝાપરા, વિજયભાઈ ચાવડા અને મહેશભાઈ કાળુભાઈ વસવેલીયા સહિતના શખ્સો નાસી છૂટ્યા હતા.
આ ઉપરાંત જુગાર રમાડવા સાથે સંકળાયેલા મહેશભાઈ ઉર્ફે કાળુ વાજા, કિરણભાઈ બથવાર, અભિષેકભાઈ સોલંકી અને વિશાલભાઈ ભરવાડનાં નામ પણ તપાસમાં સામે આવ્યા છે.
પોલીસે દાવ પર લગાવેલી રકમ અને જુગારના સાધનો સાથે કુલ રૂ.૪,૨૮,૩૫૦ની રોકડ જપ્ત કરી છે. પકડાયેલા આરોપીઓ સામે જુગાર ધારા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે, જ્યારે ફરાર આરોપીઓને ઝડપવા માટે તપાસ હાથ ધરાઈ છે.







































