બાબરા તાલુકાના ગમા પીપળીયા ગામે પીએમ કિસાન સન્માન નિધિ ઉત્સવ દિવસ નિમિત્તે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો, આગેવાનો અને મોટી સંખ્યામાં ખેડૂતો ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા. ખેડૂતોના હિત અને કલ્યાણ માટેની પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંગે જાગૃતિ લાવવા તેમજ કૃષિ ક્ષેત્રના વિકાસ માટે કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે તાલુકા પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેન કિરીટભાઈ બગડા, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ જયાબેન ગેલાણી, તાલુકા હેલ્થ ઓફિસર અક્ષય ટાંક, માર્કેટિંગ યાર્ડના ચેરમેન જીવાજીભાઈ રાઠોડ સહિત વિવિધ ગામોના સરપંચો, ભાજપના હોદ્દેદારો, કિસાન મોરચાના આગેવાનો, તાલુકાના કાર્યકરો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવામાં સૌએ સહયોગ આપ્યો હતો.








































