અમરેલી ખાતે જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનઃવસવાટ કચેરી, રાજકોટના માર્ગદર્શન હેઠળ પૂર્વ સૈનિક સંમેલન યોજાયું હતું. કલેક્ટર વિકલ્પ ભારદ્વાજની અધ્યક્ષતા અને સાંસદ ભરતભાઈ સુતરીયાની ઉપસ્થિતિમાં આયોજિત આ કાર્યક્રમમાં પૂર્વ સૈનિકો અને તેમના પરિવારો મોટી સંખ્યામાં જોડાયા હતા. સંમેલનમાં સરકારી યોજનાઓનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ જામનગર આર્મી ગ્રુપ દ્વારા મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો હતો. આ પ્રસંગે અમરેલી જિલ્લા વિદ્યાસભા સંચાલિત મોંઘીબા મહિલા આર્ટસ કાલેજના NCC કેડેટ્‌સે શહીદોની સ્મૃતિમાં પ્રેરક નાટ્યરચના અને ભક્તિગીત પ્રસ્તુત કર્યા હતા. NCC યુનિટની સક્રિય કામગીરી બદલ ANO લેફિટનેન્ટ પ્રોફેસર મનીષા સગઠીયાનું કલેક્ટર દ્વારા સ્મૃતિચિહ્ન આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉત્કૃષ્ટ યોગદાન બદલ કાલેજના ટ્રસ્ટીઓ, આચાર્યા અને સ્ટાફે NCC કેડેટ્‌સને અભિનંદન પાઠવ્યા હતા.