ચલાલા શહેરના સર્વાંગી વિકાસ માટે નગરપાલિકા દ્વારા મંજૂર થયેલા રૂ.૪ કરોડના વિકાસકાર્યો પૈકી રૂ.૭૦ લાખના વિવિધ વિકાસકામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય જે.વી. કાકડીયાની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં ગાયત્રી સંસ્કારધામના રતિદાદા, ભીમનાથ મહાદેવ મંદિરના મયુરબાપુ ગોસાઈ, રાજુદાદા જાની, અમરેલી જિલ્લા ખરીદ-વેચાણ સંઘના પ્રમુખ જયંતીભાઈ પાનસુરીયા, નગરપાલિકા પ્રમુખ જયરાજભાઈ વાળા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. વોર્ડ નં.૩માં રૂ.૩૦ લાખના ખર્ચે સીસી રોડ, વોર્ડ નં.૨માં રૂ.૩૦ લાખના ખર્ચે ડા. બાબાસાહેબ આંબેડકર
હોલ તથા કોળી સમાજના સ્મશાનગૃહમાં રૂ.૧૦ લાખના ખર્ચે સ્નાનઘાટ અને યુરિન બ્લોકના કામોનું ખાતમુહૂર્ત કરાયું હતું. કામગીરીથી નગરજનોમાં આનંદની લાગણી જોવા મળી હતી.

































