અમરેલી કલેક્ટર વિકલ્પ ભારદ્વાજે લીલીયા તાલુકાના કુતાણા ગામની મુલાકાત લીધી હતી.
આ દરમિયાન તેમણે ગ્રામ સચિવાલયની મુલાકાત લઈ વિવિધ દફતરોની તપાસણી કરી હતી. તેમજ ગ્રામ વિકાસ અને ગ્રામજનોની સુખાકારીને લગતા પ્રશ્નો અંગે સંબંધિત અધિકારીઓ અને કર્મચારીઓ સાથે ચર્ચા કરી જરૂરી માહિતી મેળવી હતી. ગ્રામ્ય કક્ષાએ સરકારની વિવિધ યોજનાઓનો અસરકારક અમલ થાય અને ગ્રામજનોને સરકારી સેવાઓનો સરળતાથી લાભ મળી રહે તે અંગે કલેક્ટરે જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી. આ પ્રસંગે પ્રાંત અધિકારી જીલ પટેલ, મામલતદાર વાડા, તાલુકા વિકાસ અધિકારી વી.એન. ગોહિલ, સરપંચ ગૌતમભાઈ વિછીયા સહિત કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.