સાવરકુંડલા ખાતે ‘વિકસિત ભારત ૨૦૪૭’ અંતર્ગત તાલુકા કક્ષાની ચિત્ર અને વકતૃત્વ સ્પર્ધા યોજાઈ હતી. જેમાં વંડાની પી.પી.એસ. હાઈસ્કૂલની વિદ્યાર્થિનીઓએ ઉત્કૃષ્ટ દેખાવ કર્યો હતો. ધોરણ ૧૨ની વિદ્યાર્થિની બાવળિયા અસ્મા ઉસ્માનભાઈએ ચિત્ર સ્પર્ધામાં ‘વિકસિત ભારત’ વિષય પર સુંદર ચિત્ર રજૂ કરી પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો. તેમની કલાકૃતિની ધારાસભ્ય મહેશભાઈ કસવાલાએ નિહાળી પ્રશંસા કરી હતી. જ્યારે ધોરણ ૧૧ની વિદ્યાર્થિની મોનિકા ગોવિંદભાઈ મેવાડાએ ચંદ્રયાન મિશન વિષય પર વક્તૃત્વ રજૂ કરી દ્વિતીય સ્થાન મેળવ્યું હતું. બંને વિદ્યાર્થિનીઓને શિક્ષકો પ્રહલાદભાઈ ચૌહાણ અને નીતાબેન ભટ્ટે માર્ગદર્શન આપ્યું હતું.સફળતા બદલ મેનેજીંગ ટ્રસ્ટી મનજીબાપા તળાવિયા અને આચાર્ય સંજયભાઈ ચૌહાણે અભિનંદન પાઠવ્યા હતા.
































