લીલીયા મોટા સામુહિક આરોગ્ય કેન્દ્ર (CHC)ના અધિક્ષક ડો. ડી.પી. ગાંધી તથા તાલુકા હેલ્થ ઓફિસર ડા. સિધ્ધપુરાના માર્ગદર્શન હેઠળ ‘સેવા મેરા યોગદાન’ કાર્યક્રમ અંતર્ગત લીલીયા CHC ખાતે રક્તદાન કેમ્પ યોજાયો હતો. કેમ્પમાં રક્તદાતાઓએ ઉત્સાહપૂર્વક રક્તદાન કર્યું હતું. જિલ્લા પંચાયત સદસ્ય જીગ્નેશ સાવજે પણ રક્તદાન કરી ‘રક્તદાન મહાદાન’ના સૂત્રને સાર્થક કર્યો હતો. આ પ્રસંગે તાલુકા ભાજપ પ્રમુખ આનંદ ધાનાણી, યુવા ભાજપ પ્રમુખ ધર્મેશ દેસાઈ, ડો. કુંભાણી સહિતના આગેવાનો તેમજ CHC)ના તબીબો, આરોગ્ય કર્મચારીઓ, ર્નસિંગ સ્ટાફ અને તાલુકા હેલ્થ ઓફિસના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.






































