કોડીનારમાં સ્વ. નાનાલાલ નારણજીભાઈ વિઠલાણી પરિવાર દ્વારા શ્રાવણ માસ નિમિત્તે આયોજિત એકાદશીય શિવકથાની પૂર્ણાહુતિ થઈ હતી. આંતરરાષ્ટ્રીય કથાકાર ડો. મહાદેવ પ્રસાદ મહેતાએ જણાવ્યું કે શિવપુરાણ માત્ર ઉપાસનાનો ગ્રંથ નથી, પરંતુ જીવનમૂલ્યોનું માર્ગદર્શન આપે છે. પદ, પ્રતિષ્ઠા અને સત્તા અહંકારમાં ફેરવાય ત્યારે સંબંધોનો નાશ થાય છે. દક્ષ-સતી કથાથી પરિવારમાં સંવાદ જાળવવાનો સંદેશ મળે છે. શિવપુરાણ સમાનતા, સ્ત્રી સન્માન, પરોપકાર, આત્મનિયંત્રણ અને પ્રકૃતિ સંરક્ષણ શીખવે છે. સુખ વસ્તુઓમાં નહીં, પરંતુ ઇચ્છાઓના સંયમમાં રહેલું છે.