લુવારીયા ગામે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે સમસ્ત ગ્રામજનોના વયોવૃધ્ધ વડીલો માટે નિઃશુલ્ક ‘સેવા સત્સંગ યાત્રા’નું આયોજન કરવામાં આવ્યું હતું. યુવા દાતા કલ્પેશભાઈ બી. સુદાણી, હાલ દુબઈના સહયોગથી તથા રાજેશભાઈ એન. પાનસુરીયાના સુચારુ આયોજન હેઠળ બે સ્લીપર વોલ્વો બસ દ્વારા ૧૩૦ વડીલો યાત્રાએ નીકળ્યા હતા. સવારે ૪ વાગ્યે લુવારીયાથી પ્રસ્થાન કરી સૌપ્રથમ વીરપુર જલારામ મંદિર, ત્યારબાદ ખોડલધામ-કાગવડ, ખંભાલીડાની બૌધ્ધ ગુફા અને જેતપુર સ્વામિનારાયણ મંદિરના દર્શન કર્યા હતા. અંતે પરબધામ-વાવડી ખાતે દર્શન કરી યાત્રા પૂર્ણ કરાઈ હતી.