અમરેલીના ડા. આંબેડકર ભવન ખાતે ભારતી પબ્લિક વેલ્ફેર ટ્રસ્ટ દ્વારા શૈક્ષણિક પ્રોત્સાહન સમારોહ યોજાયો હતો. ઊર્જા અને કાયદા મંત્રી કૌશિક વેકરીયાની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં ટ્રસ્ટની નવી સત્તાવાર વેબસાઇટ તથા મોબાઇલ એપ્લિકેશનનું લોકાર્પણ કરાયું હતું. આ ડિજિટલ પહેલથી ટ્રસ્ટની સેવાઓ વધુ પારદર્શક બનશે.સમારોહમાં ધોરણ-૫થી માસ્ટર ડિગ્રી સુધી ૭૦ ટકાથી વધુ ગુણ મેળવનાર ૧૨૦થી વધુ વિદ્યાર્થીઓને સન્માનિત કરી શૈક્ષણિક કિટ અર્પણ કરવામાં આવી હતી. આ ઉપરાંત નવી નિમણૂંક પામેલા અને નિવૃત્ત સરકારી કર્મચારીઓનું પણ બહુમાન કરાયું હતું. કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ, અધિકારીઓ, શિક્ષકો અને વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.