રાજુલાના આગરીયા જકાતનાકા પાસે ઝેરી દવા પીનારા થોરડી ગામના પુરુષનું સારવારમાં મોત થયું હતું. આ અંગે હાલ નવસારી રહેતા મૂળ થોરડીના પ્રદીપભાઈ મુકેશભાઈ બગડા (ઉ.વ.૩૦)એ જાહેર કર્યા મુજબ, મુકેશભાઈ ભુરાભાઈ બગડા (ઉ.વ.૪૯) પોતાના ઘરે રહેતા હતા ત્યારે પાડોશી સાથે નાની-નાની વાતોમાં બોલચાલી થતી હતી.જેથી તેઓ પરિવાર સાથે સુરત મુકામે રહેવા ગયા હતા. આ વાતનું મનમાં દુઃખ લાગી આવતાં તેઓ રાજુલા મુકામે પોતાની દીકરીના ઘરે આંટો મારવા આવ્યા હતા અને ત્યાંથી નીકળી ગયા હતા. જે બાદ આગરીયા જકાતનાકા પાસે તેમણે ઝેરી દવા પી લેતાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમનું મોત નીપજ્યું હતું.
રાજુલા પોલીસ સ્ટેશનના પીએસઆઈ એમ. એફ. ચૌહાણ વધુ તપાસ કરી રહ્યા છે.