રાજુલા તાલુકાની પ્રતિભાશાળી દીકરી રાજવી દીપકભાઈ રાયચાએ અમદાવાદ ખાતે યોજાયેલી ૬૨મી ગુજરાત રાજ્ય શૂટિંગ ચેમ્પિયનશિપમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી દ્વિતીય ક્રમ સાથે સિલ્વર મેડલ મેળવ્યો છે. ધોરણ-૯માં અભ્યાસ કરતી રાજવીની આ સિદ્ધિ બદલ સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે તાલુકા વહીવટી તંત્ર દ્વારા પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું. સન્માનથી રાજવી અને પરિવારજનોમાં ઉત્સાહ વધ્યો છે. સમગ્ર રાયચા પરિવારે તંત્રનો આભાર વ્યક્ત કરી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા બદલ ખુશી વ્યક્ત કરી હતી.










































