રાજુલા શહેરમાં પરમધામવાસી પ્રવીણભાઈ લલ્લુભાઈ જોટંગીયાની ૧૦મી માસિક પુણ્યતિથિ નિમિત્તે જોટંગીયા પરિવાર દ્વારા વિવિધ સેવાકીય, સામાજિક અને ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. શ્રાવણ માસ નિમિત્તે ૧૨ શિવાલયોમાં શૃંગીભેટ અર્પણ કરી સંત ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્રણ શાળાઓમાં તથા બાલમંદિરથી ધોરણ ૮ સુધીની બાળાઓને કુલ ૧૦૦૮ રાષ્ટ્રધ્વજ પિન-બટન બેજનું વિતરણ કરાયું હતું. બાળાઓ માટે વિવિધ સ્પર્ધાઓ યોજી વિજેતાઓને ઇનામો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. ૨૦ વૃક્ષોની જાળવણી સાથે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
જરૂરિયાતમંદ ત્રણ બહેનોને અનાજની કીટ તથા હોસ્પિટલમાં દર્દીઓ અને જરૂરિયાતમંદોને ફળનું વિતરણ કરાયું હતું.