અમરેલીના જશવંતગઢ ગામે એક પુરુષનું સર્પદંશથી મોત થયું હતું, જેના કારણે સમગ્ર ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. બનાવ અંગે સુરેશભાઈ બાબુભાઈ દેસાઈ (ઉં.વ. ૪૭)એ આપેલી માહિતી મુજબ, અશોકભાઈ બાબુભાઈ દેસાઈ (ઉં.વ. ૪૮)ને સાપ કરડી જતાં તેમનું મોત નીપજ્યું હતું. આ ઘટના અંગે અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના એએસઆઈ જે. કે. વાળા વધુ તપાસ ચલાવી રહ્યા છે.











































