સાવરકુંડલા નગરપાલિકાના વોર્ડ નંબર-૮માં આવેલા જેસર રોડ વિસ્તારમાં ગટરના અવરોધ અને સફાઈની લાંબા સમયની સમસ્યા ઉકેલવા માટે ધારાસભ્યના પ્રયત્નોથી મહત્વનું કામ શરૂ કરવામાં આવ્યું છે. ધારાસભ્યએ ગાંધીનગરના GUDS વિભાગમાંથી મોટું ગટર જેટિંગ મશીન મંગાવીને જેસર રોડ વિસ્તારમાં સફાઈની કામગીરી તાત્કાલિક ધોરણે શરૂ કરાવી છે, જેનાથી સ્થાનિક નાગરિકોને મુશ્કેલીમાંથી રાહત મળવાની શક્યતા વધી છે. આ કામગીરી અંગે નગરપાલિકાના જાગૃત સદસ્ય નીતિનભાઈ હૈલયા અને હરિભાઈ ભરવાડે ધારાસભ્ય તેમજ નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ અને ચેરમેનને સફળ રજૂઆત કરી હતી.