અમરેલી સાયબર ક્રાઈમ ટીમને મે અને જૂન ૨૦૨૬ દરમિયાન ઉત્કૃષ્ટ કામગીરી બદલ ‘સાયબર કોપ ઓફ ધ મંથ’ એવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે. ગુજરાત રાજ્યના પોલીસ મહાનિદેશક (DGP) દ્વારા ટીમને આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. SP સંજય ખરાતની સૂચના હેઠળ ટીમે આધુનિક ટેકનોલોજીની મદદથી સાયબર ગુનાઓ અટકાવવા અને વણશોધાયેલા કેસો ઉકેલવામાં કામગીરી કરી હતી. મે-જૂન દરમિયાન ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ અને ઓપરેશન મ્યુલ હન્ટના ગુનાઓમાં કુલ ૧૧ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. ઉપરાંત ગુજરાતના વિવિધ જિલ્લાઓના સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના ચાર વણશોધાયેલા ગુનાઓનો ભેદ ઉકેલાયો હતો. NCCRP પોર્ટલ પર મળેલી ૪૩૨ ફરિયાદોના આધારે રૂ.૨૮,૫૬,૯૯૭ ફ્રીઝ કરી રૂ.૬,૨૦,૩૫૭ રિકવર કરવામાં આવ્યા હતા.PI કે.એલ. ખટાણા સહિતની ટીમની કામગીરીને બિરદાવવામાં આવી હતી.







































