અમરેલીમાં ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણીને ધ્યાનમાં રાખી જિલ્લા વહીવટી તંત્રના પ્રિ-ઇન્ડિપેન્ડન્સ એક્ટિવિટીના ભાગરૂપે ધારીમાં સ્વચ્છતા અભિયાન યોજાયું. ધારી નગરપાલિકાએ યોગીચોક, અમરેલી રોડ, મુખ્ય બજારો સહિત વિવિધ જાહેર સ્થળોએ સઘન સફાઈ કામગીરી હાથ ધરી હતી. શહેરને સ્વચ્છ, સુંદર અને સુવ્યવસ્થિત બનાવવા આ ઝુંબેશમાં નગરપાલિકાની ટીમે કામગીરી કરી હતી.








































