ચાંચ ગામની સગીરાને દાતરડી ગામનો યુવક બદકામના ઈરાદે ભગાડી ગયો હતો. આ અંગે સગીરાના પિતાએ હાલ દાતરડી ગામે રહેતા મૂળ પટવાના અરવિંદ આતુભાઈ બારૈયા સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ આરોપી તેમની સગીર પુત્રીને તેમના ઘરેથી લગ્ન કરવાની લાલચ આપી, લલચાવી-ફોસલાવી બદકામ કરવાના ઈરાદે કાયદેસરના વાલીપણામાંથી ભગાડીને લઈ ગયો હતો. મરીન પીપાવાવ પોલીસ સ્ટેશનના પી.આઈ. વી. કે. રાઠોડ વધુ તપાસ કરી રહ્યા છે.
સગીરાના પિતાએ હાલ દાતરડી ગામે રહેતા મૂળ પટવાના અરવિંદ આતુભાઈ બારૈયા સામે ફરિયાદ નોંધાવી








































