અમરેલીમાં આમ આદમી પાર્ટી દ્વારા પેપર લીક કૌભાંડ અને વિદ્યાર્થીઓ પર થયેલી પોલીસ કાર્યવાહીના વિરોધમાં પ્રદર્શન યોજાયું હતું. પ્રદેશ સંગઠન મંત્રી નિકુંજ સાવલિયાની આગેવાનીમાં જૂના માર્કેટ યાર્ડ ગેટથી જિલ્લા કલેક્ટર કચેરી સુધી શાંતિપૂર્ણ રેલી કાઢવામાં આવી હતી. રેલીમાં વિદ્યાર્થીઓ, યુવાનો, સામાજિક કાર્યકરો અને પક્ષના હોદ્દેદારો મોટી સંખ્યામાં જોડાયા હતા. અંતે રાષ્ટ્રપતિને સંબોધિત આવેદનપત્ર કલેક્ટરને સુપરત કરી કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ કરવામાં આવી હતી. પરીક્ષા પધ્ધતિમાં પારદર્શિતા, દોષિતો સામે કડક કાર્યવાહી અને વિદ્યાર્થીઓને ન્યાય મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચેતવણી આપવામાં આવી હતી.