સાવરકુંડલાના હાથસણી રોડ સ્થિત ઉતાવળા હનુમાન મંદિર ખાતે સરકારી આયુર્વેદ દવાખાનું (ઘોબા) અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સંચાલિત ડાક્ટર હેડગેવાર સેવા સમિતિ-સાવરકુંડલાના સહયોગથી સર્વરોગ આયુર્વેદ કેમ્પ યોજાયો હતો. તારીખ ૨૨/૦૭/૨૦૨૬ના રોજ યોજાયેલા આ કેમ્પમાં મોટી સંખ્યામાં દર્દીઓએ હાજરી આપી આરોગ્ય સેવાઓનો લાભ લીધો હતો. કેમ્પમાં નિદાન સાથે વિનામૂલ્યે ઔષધ સારવાર આપવામાં આવી હતી તેમજ આયુર્વેદના દિનચર્યા અને ઋતુચર્યા અંગે માર્ગદર્શન અપાયું હતું. વૈદ્ય કૌશલ ગોંડલીયા સહિત સેવાભાવી કાર્યકરોએ સેવા આપી કેમ્પને સફળ બનાવ્યો હતો.